કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ ની સ્થાપના ગાંધીધામ ના વેપારીઓ દવારા આજ થી નવ વર્ષ પહેલા કરવામાં આવેલ. સંસ્થા નો ઉદેશ બિમાર તથા ઈજાગ્રસ્ત , બિનવારસુ , ગૌ વંશ ને પોતાની એમ્બ્યુલન્સ મારફત " કામધેનુ ગૌ સારવાર કેન્દ્ર " માં લઇ જઈ સારવાર કરવામાં આવે છે. ગૌ ધન સ્વસ્થ થતા તેને પાંજરા પોળ માં મોકલી આપવામાં આવે છે. ઉપરોક્ત કાર્ય માટે સંસ્થા પાસે બે એમ્બ્યુલન્સ છે. જે સતત આ કાર્ય માં જોડાયેલી રહે છે. સંસ્થા તરફ થી આ પ્રવૃત્તિ ગાંધીધામ વિસ્તાર થી ૨૦ કી.મી ના એરીયા માં કરવામાં આવે છે. આ કાર્ય નિઃશુલ્ક કરવામાં આવે છે.