કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ ની સ્થાપના ગાંધીધામ ના વેપારીઓ દવારા આજ થી નવ વર્ષ પહેલા કરવામાં આવેલ.
સંસ્થા નો ઉદેશ બિમાર તથા ઈજાગ્રસ્ત , બિનવારસુ , ગૌ વંશ ને પોતાની એમ્બ્યુલન્સ મારફત " કામધેનુ ગૌ સારવાર કેન્દ્ર " માં લઇ જઈ સારવાર કરવામાં આવે છે. ગૌ ધન સ્વસ્થ થતા તેને પાંજરા પોળ માં મોકલી આપવામાં આવે છે. ઉપરોક્ત કાર્ય માટે સંસ્થા પાસે બે એમ્બ્યુલન્સ છે. જે સતત આ કાર્ય માં જોડાયેલી રહે છે. સંસ્થા તરફ થી આ પ્રવૃત્તિ ગાંધીધામ વિસ્તાર થી ૨૦ કી.મી ના એરીયા માં કરવામાં આવે છે. આ કાર્ય નિઃશુલ્ક કરવામાં આવે છે.
અત્યારે સંસ્થા દવારા આદિપુર અંજાર રોડ ઉપર શનિ મંદિર ની બાજુ માં પોતાનું ગૌ ચિકિત્સાલય બનાવામાં આવેલ છે.અત્યારે મહિનાના ૨૫૦ થી ૩૦૦ ગૌ વંશ એમ્બ્યુલન્સ મારફત ગૌ સારવાર કેન્દ્ર માં લાવી સારવાર કરવામાં આવી રહી છે. ત્યાં ડૉક્ટર અને તાલીમ પામેલા સ્ટાફ દવારા ગૌ સૅવા કરવામાં આવે છે.
સંસ્થા પાછલા ચાર વર્ષ થી રજીસ્ટર થયેલ છે. અને સરકાર શ્રી તરફ થી ૮૦ જી નું સિર્ટીફીકેટ પણ મેળવેલ છે.
સંસ્થા ગાંધીધામ ની ગૌ પ્રેમી પ્રજા , વેપારીઓ અને અન્ય સંસ્થાઓના સહયોગ થી આ કાર્ય કરી રહી છે.
અત્યારે અંજાર સ્થિત સંવેદના ગૌ સેવા ગ્રુપ દવારા ગૌ સારવાર કેન્દ્ર માં ઓપેરેશન થિયેટર અને આઈસીયુ રૂમ નું બાંધકામ ચાલી રહ્યું છે. જેનું ઉદ્ધઘાટન ટૂંક સમય માં જ કરવામાં આવશે. સાથે સંસ્થા બીમાર ગાયો ને રાખવા માટે અલગ અલગ વોર્ડ જેમકે ઓર્થોપેડિક વોર્ડ , ગાયનેક વોર્ડ , કેન્સર વોર્ડ અને જનરલ વોર્ડ નું બાંધકામ ચાલી રહ્યું છે. ભવિષ્ય માં ગાયો રાખવા માટે નું શેડ , ચારો રાખવા માટે ગોડાઉન , પાણી નો ઓવેર હેડ ટેન્ક ,પક્ષીઓ માટે ચબુતરો જેવી વ્યવસ્થા કરવાની સંસ્થા નેમ ધરાવે છે. જેથી સારા માં સારી ગૌ સેવા થઇ શકે.
અત્યારે સંસ્થા પાસે ૫૫૦ થી ૬૦૦ ગૌ વંશ છે. સંસ્થા નો અત્યારે માસિક ખર્ચ અંદાજિત ૧૦ થી ૧૨ લાખ થાય છે. જે સંસ્થા પોતાના પાસે ના ૮૦૦ માસિક દાતાઓ અને દાનપેટીઓ તથા શહેર ના ગૌ પ્રેમીઓ , શ્રેષ્ટીઓ દવારા પૂરો કરવામાં આવે છે. ઉપરોક્ત દાન સિવાય સંસ્થા પાસે બીજી કોઈપણ આવક નથી.
ગૌ સેવા ના આ કાર્ય માં આપનુ આર્થિક સહયોગ આપી સહભાગી બની શકો છો . સંસ્થા દવારા ગાયો ના માટે ઘાસ-ચારો, મેડિસન અને પૌષ્ટિક આહાર (લાપસી) ની યોજના નો લાભ લઇ શકો છો જેના માટે આપશ્રી સંસ્થા માં માસિક ૨૫૧, ૫૦૧ ,૧૧૦૦, ૨૧૦૦, ૫૧૦૦ આપી અમારા સભ્ય બની શકો છો. આપનો જન્મદિવસ , મેરેજ એનિવર્સરી અને આપના સ્વજનો ની પુણ્યતિથિ ઉપર સંસ્થા માં આવી ગૌ સેવા નો લાભ લઇ શકો છો.
આપ શ્રી ને નમ્ર અપીલ છે કે આપ રૂબરૂ માં આવી ગૌ સેવા અને સારવાર નિહાળશો અને આપના દવારા કોઈ સૂચન હોય તો જણાવશો સંસ્થા આપનો સૂચનો ઉપર અમલ કરવાની પુરી કોશિશ કરશે.
નોંધ : સંસ્થા ની એમ્બ્યુલન્સ સેવા લેવા માટે સંસ્થા ના કન્ટ્રોલ રૂમ ના મોબાઈલ નમ્બર ઉપર કોલ કરી શકો છો. આ સેવા ૨૪ x ૭ કલાક ચાલુ હોય છે. મોબાઈલ નમ્બર : ૯૪૨૬૨૫૧૮૫૪ , ૯૪૦૮૪૬૮૯૯૯.
કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ ગાંધીધામ